તારી શાંત પ્રકૃતિનો દાટ વળી ગયો, પ્રગટયો હૈયામાં શેતાન, તું હેવાન બની ગયો
નિર્મળતાનાં નીર ઝીલી ના શક્યાં તાપ એના, બગીચો એમાં તો વેરાન બની ગયો
આનંદે સુખે ભર્યા ઉચાળા, રસ્તો જીવનનો તો એમાં સ્મશાન બની ગયો
રાતદિવસ નાચતી રહી ભૂતાવળો, તણાઈ તણાઈ એમાં હેરાન બની ગયો
આંખોમાંથી ને હૈયામાંથી રહ્યાં વરસતાં અશ્રુ, એકલવાયો એમાં તો બની ગયો
ઊછળતો હતો આનંદનો દરિયો હૈયામાં, તોફાન ઊભાં એમાં એ કરી ગયો
નીકળ્યો જીવનમાં સાથસંગાથ ગોતવા, એ શોધવામાં તો હેરાનપરેશાન થઈ ગયો
દુઃખમાં ને દુઃખમાં જ્યાં ડૂબતો ને ડૂબતો ગયો, નિરાશાઓમાં એમાં હેરાન બની ગયો
ડોલતી રહી નાવ જીવનની તો એમાં, જીવન જ્યાં એમાં તોફાની પવન બની ગયો
અન્યનું સુખદુઃખ અનુભવતો જ્યાં થઈ ગયો, જીવનમાં એક ઇન્સાન બની ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)