રાહ જોઈ જોઈ ઊભા છે રે જીવનમાં, જીવનમાં આવશે ક્યારે રે એના રે વારા
કંઈકના તો આજ આવી ગયા, કાલ આવશે જીવનમાં, એના ભી તો વારા
કોઈના વારા હશે લાંબા, હશે કોઈના ટૂંકા, પણ આવશે જીવનમાં, સહુના રે વારા
વેર રાહ જોઈ ઊભો છે જીવનમાં, સુકાય ક્યારે પ્રેમની ધારા, આવે ત્યારે એના રે વારા
જીવનમાં સહુ રાહ જોતા રહે છે, પતે ક્યારે જીવનમાં દુર્ભાગ્યના તો વારા
જ્ઞાન ઠોકી રહ્યાં છે દ્વાર, પ્રવેશવા રે જીવનમાં, પતે ક્યારે રે અજ્ઞાનતાના રે વારા
સત્ય રાહ જોઈ ઊભું છે રે જીવનમાં, પતે જીવનમાં ક્યારે રે અસત્ય ના રે વારા
દુઃખ રાહ જોઈ ઊભું છે રે આંગણામાં, પતે ક્યારે જીવનમાં તો સુખના રે વારા
શાંતિના દ્વારે રાહ જોતું ઊભું છે રે તોફાન પ્રવેશવા, પતે ક્યારે શાંતિના વારા
સમજદારી જોઈ રહી છે રાહ તો જીવનમાં, પતે બેજવાબદારીના જીવનમાં ક્યારે રે વારા
મુક્તિ રાહ જોઈ ઊભી છે રે જીવનમાં, જીવનમાં તો, પતે ક્યારે બંધનોના તો વારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)