|
1986-01-02
1986-01-02
1986-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1800
સ્વપ્નું સોહામણું છે માડી, એ તો ના સચવાય
સ્વપ્નું સોહામણું છે માડી, એ તો ના સચવાય
આશાઓ જગાડે એવી માડી, ઘડી-ઘડી એ નંદવાય
શાંતિ હૈયે જાગે જ્યાં થોડી, કામ-ક્રોધ એને લૂંટી જાય
હૈયું તારી તરફ વળે જ્યાં, લોભ-લાલચ એને ખેંચી જાય
હૈયે અનેરા તાલ જાગ્યા માડી, ચિંતા બેસૂરા બનાવી જાય
કહેવું આ જઈને કોને માડી, કોણ મારું એ ના સમજાય
દિલની વાત છે અનેરી, માયામાં એ બહુ લપટાય
તારા તરફ વાળવા ચાહું, માયા તો એને ખેંચી જાય
દયાજનક સ્થિતિ છે મારી, હવે વધુ સહ્યું નવ જાય
કૃપા ઉતારજે તારી માડી, આ બાળ તારા ગુણ ગાય
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |
|
સ્વપ્નું સોહામણું છે માડી, એ તો ના સચવાય
આશાઓ જગાડે એવી માડી, ઘડી-ઘડી એ નંદવાય
શાંતિ હૈયે જાગે જ્યાં થોડી, કામ-ક્રોધ એને લૂંટી જાય
હૈયું તારી તરફ વળે જ્યાં, લોભ-લાલચ એને ખેંચી જાય
હૈયે અનેરા તાલ જાગ્યા માડી, ચિંતા બેસૂરા બનાવી જાય
કહેવું આ જઈને કોને માડી, કોણ મારું એ ના સમજાય
દિલની વાત છે અનેરી, માયામાં એ બહુ લપટાય
તારા તરફ વાળવા ચાહું, માયા તો એને ખેંચી જાય
દયાજનક સ્થિતિ છે મારી, હવે વધુ સહ્યું નવ જાય
કૃપા ઉતારજે તારી માડી, આ બાળ તારા ગુણ ગાય
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
svapnuṁ sōhāmaṇuṁ chē māḍī, ē tō nā sacavāya
āśāō jagāḍē ēvī māḍī, ghaḍī-ghaḍī ē naṁdavāya
śāṁti haiyē jāgē jyāṁ thōḍī, kāma-krōdha ēnē lūṁṭī jāya
haiyuṁ tārī tarapha valē jyāṁ, lōbha-lālaca ēnē khēṁcī jāya
haiyē anērā tāla jāgyā māḍī, ciṁtā bēsūrā banāvī jāya
kahēvuṁ ā jaīnē kōnē māḍī, kōṇa māruṁ ē nā samajāya
dilanī vāta chē anērī, māyāmāṁ ē bahu lapaṭāya
tārā tarapha vālavā cāhuṁ, māyā tō ēnē khēṁcī jāya
dayājanaka sthiti chē mārī, havē vadhu sahyuṁ nava jāya
kr̥pā utārajē tārī māḍī, ā bāla tārā guṇa gāya
| English Explanation: |
|
The dream is enchanting Oh divine mother, it cannot be taken care of.
It awakens so many hopes Oh divine mother, every time they are destroyed.
When a little bit of peace arises in the heart, anger and lust rob it.
When the heart turns towards You, greed and selfishness takes it away.
Many rhythms arose in the heart, worries made them tuneless.
Whom should I go and tell this Oh divine Mother, who is mine I do not know.
The way of the heart is different, yet it gets engulfed in illusion (maya).
I try to turn it towards You, the illusion (maya) pulls it away.
My state is very pitiful, I cannot bear it any longer.
Shower Your grace Oh divine Mother, this child sings songs of glory for You.
|