Hymn No. 8521 | Date: 09-Apr-2000
|
|
Text Size |
 |
 |
2000-04-09
2000-04-09
2000-04-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18008
હજારો જામ કર્યાં ખાલી, હતી જરૂર જ્યાં એક જામની
હજારો જામ કર્યાં ખાલી, હતી જરૂર જ્યાં એક જામની ચડી, ચડી, ગયા ઊતરી, પડતી રહી જરૂરત ત્યાં તો જામની હતો તો પીવો જામ એવો, ઊતરે ના નશો એનો કદી ઊતરે નશા અભિમાનના, ઊતરે નશા નયનોના વાગેલા બાણની જાશે ઊતરી નશા સફળતાના, ખાતા માર સમયના હાથની હરકાળમાં રહે વધતો નશો, છે જરૂર તો એવા જામની થઈ સફર શરૂ જ્યાં જામની, અટકી ના સફર એ જામની થાતા ગયા જામ એમાં ખાલી, મળી ના તૃપ્તિ જ્યાં જામની ચડયો નશો જો ભક્તિનો હૈયે, જાશે ના કદી એ ઊતરી છે જીવનમાં જરૂર એવા જામની, છે જરૂર તો એવા જામની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hajaro jham karya khali, hati jarur jya ek jamani
chadi, chadi, gaya utari, padati rahi jarurata tya to jamani
hato to pivo jham evo, utare na nasho eno kadi
utare nasha abhimanana, utare nasha nayanona vagela banani
jaashe utari nasha saphalatana, khata maara samay na hathani
harakalamam rahe vadhato nasho, che jarur to eva jamani
thai saphara sharu jya jamani, ataki na saphara e jamani
thaata gaya jham ema khali, mali na tripti jya jamani
chadyo nasho jo bhaktino haiye, jaashe na kadi e utari
che jivanamam jarur eva jamani, che jarur to eva jamani
|