ઊભા છો ક્યાં, પહોંચવું છે ક્યાં, છે શું પાસે, કોણ છે સાથે ને સાથે
કર્યો છે શું વિચાર, જીવનમાં કદી તમે તો એનો (2)
લઈ લઈ સાથ ક્ષણભંગુર કાયાનો, બાંધી બેઠો મદાર વધુ એમાં શાને
હતા અજાણ કર્મોથી તમારાં ભલે, રહેશો ના અજાણ, મળી છે સત્તા કર્મોની તમને
મન બુદ્ધિ ને ભાવો છે પાસે, બનવા ના દેજો જીવનમાં ચલિત એને
દુઃખદર્દમાંથી થાય છે પસાર કેડી એની, ચીટકાડી હૈયે એને, ગયા રોકાઈ એમાં શાને
કરવું છે કલ્યાણ જગનું ને તમારુ, બની શિવ, ગંગાવતરણ પ્રેમનું કર્યું ના શાને
કરી ભાવોનું એકીકરણ, કર્યું ના જીવનું મિલન, પરમતત્ત્વ સાથે તો શાને
આપી છે સર્વ શક્તિઓ દાતાએ તમને, રહ્યા અજાણ એનાથી તો શાને
ડૂબી માયામાં જીવનમાં, ભૂલ્યા ધ્યેય તમારું, જગમાં તમે તો શાને
છે મિલન સર્વોચ્ચ કર્મ, જાશે અટકી કર્મો તો બીજાં ત્યારે ને ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)