હૈયામાં શાંતિનો હવે અનુભવ આપ, ઊછળતાં હૈયાનાં મોજાંને શાંત રાખ
તૂટી ગયા છીએ જ્યાં જીવનમાં, દુઃખદર્દ અમારા, હવે તો કાપ
લઈ શકતા નથી જીવનમાં નામ તમારું, અમને હવે એવા તો ના રાખ
ના જાણીએ છે શું સારું અમારા માટે, હોય અમારા માટે સારું એવું આપ
કરી શકતા નથી બરાબરી તમારી, તમારી શક્તિથી અમને ના માપ
પાપો ને પાપોમાં રહ્યા ડૂબ્યા જ્યાં જીવનમાં, જાય છે આપી જીવનને એ થાપ
પ્રભુભક્તિ ને પ્રભુમાં વિશ્વાસને, દેજે બનાવી જીવનમાં જીવનનું તો નાક
માયામાં ને માયામાં રહીશું જો ડૂબ્યા, લાગશે જીવનમાં જીવનનો થાક
ચિંતાનો ભાર ના તારી પાસે રાખ, ભાર ચિંતાનો બધો પ્રભુને આપ
દંભને જીવનમાં તો સદા, જીવનમાંથી તારા હૈયામાંથી બહાર રાખ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)