Hymn No. 8531 | Date: 13-Apr-2000
|
|
Text Size |
 |
 |
2000-04-13
2000-04-13
2000-04-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18018
સાર ને સારપ ભૂલ્યા જ્યાં જીવનમાં, જાશે નીકળી મીઠાશ વાતોમાંથી
સાર ને સારપ ભૂલ્યા જ્યાં જીવનમાં, જાશે નીકળી મીઠાશ વાતોમાંથી દંભમાં ને દંભમાં રાચ્યા જ્યાં જીવનમાં, પ્રેમી નીકળી જાશે ત્યાં પ્રેમમાંથી ખુલ્લાં કર્યાં ના દ્વાર જ્યાં દિલનાં, ઊઠશે ના સુવાસ ત્યાં આવકારમાંથી ચીમળાઈ ગયું પુષ્પ જ્યાં ડાળ પરથી, જાશે ફોરમ ત્યાં ફૂલમાંથી સુકાઈ ગઈ ધરતી જ્યાં તાપથી, બની ના હરિયાળી ત્યાં વેરાનમાંથી પાશે જળ વેર ને ઇર્ષ્યાના બીજને, કૂંપળો તો એની ફૂટશે તો એમાંથી બંધાયા હશે સંબંધો જ્યાં સ્વાર્થથી, ફોરમ ફૂટશે તો એમાં ક્યાંથી મન ને હૈયાને અસ્થિર રાખ્યાં જીવનમાં, મળશે દર્શન પ્રભુનાં એમાં ક્યાંથી રહ્યો ના ઊભો જ્યાં જીવનની દોડમાં, મળશે ઇનામ એનું એમાં ક્યાંથી વાગ્યા ઘા ભાવોને જ્યાં જીવનમાં, ખીલશે હૈયું એમાં ભાવોમાં ક્યાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saar ne sarapa bhulya jya jivanamam, jaashe nikali mithasha vatomanthi
dambhamam ne dambhamam rachya jya jivanamam, premi nikali jaashe tya premamanthi
khulla karya na dwaar jya dilanam, uthashe na suvasa tya avakaramanthi
chimalai gayu pushpa jya dala parathi, jaashe phoram tya phulamanthi
sukaai gai dharati jya tapathi, bani na hariyali tya veranamanthi
pashe jal ver ne irshyana bijane, kumpalo to eni phutashe to ema thi
bandhaya hashe sambandho jya svarthathi, phoram phutashe to ema kyaa thi
mann ne haiyane asthira rakhyam jivanamam, malashe darshan prabhunam ema kyaa thi
rahyo na ubho jya jivanani dodamam, malashe inama enu ema kyaa thi
vagya gha bhavone jya jivanamam, khilashe haiyu ema bhavomam kyaa thi
|
|