પાપના પડછાયા રે તારા, પ્રભુ સ્મરણમાં ના પડવા દેજે
દંભના પડછાયા રે તારા, જીવનમાં આચરણમાં ના પડવા દેજે
શંકાના પડછાયા રે તારા, જીવનમાં સંબંધોમાં ના પડવા દેજે
આળસના પડછાયા રે તારા, જીવનમાં કાર્યોમાં ના પડવા દેજે
અજ્ઞાનના પડછાયા રે તારા, જીવનમાં સમજણમાં ના પડવા દેજે
અવિવેકના પડછાયા રે તારા, જીવનના આચરણમાં ના પડવા દેજે
લોભના પડછાયા રે તારા, જીવનની પ્રવૃત્તિમાં ના પડવા દેજે
ચિંતાઓના પડછાયા રે તારા, જીવન જીવવામાં ના પડવા દેજે
લાલસાના પડછાયા રે તારા, જીવનના વ્યવહારમાં ના પડવા દેજે
શંકાના પડછાયા રે તારા, જીવનના વિચારોમાં ના પડવા દેજે
પડછાયામાં ને પડછાયામાં જીવન જીવી, જીવનને અંધકારમય ના બનાવી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)