લો, સૂરજ ઊગ્યો, સવાર પડી, સૂરજે પ્રવૃત્તિ એની શરૂ કરી દીધી
આળસ મરડી, ઊઠો માનવ, હાકલ એની એને તો કરી દીધી
દિશા ના ભૂલ્યો, મારગ ના ભૂલ્યો, પૂર્વથી પશ્ચિમની મુસાફરી શરૂ કરી દીધી
એક દિશા, એ જ પ્રવૃત્તિ, છાપ વિશ્વાસની ઊભી એમાં કરી દીધી
પૂજવો હોય મને સાચા દિલથી, કરશે વિશ્વાસની છાપ એવી ઊભી
પાપી-પુણ્યશાળીને ના રોક્યા, પાડી ના ગતિ એમાં તો ધીમી
અટક્યો ના કદી એ તો ભલે, વાદળે એની ધરતી વચ્ચે આડખીલી નાખી
જીરવાયો ના તાપ જ્યાં કર્તવ્યનો, વાદળે મારગ એમાં તો દઈ દીધો
દીધો સંદેશો માનવને એવો, છોડતા ના જીવનમાં કર્તવ્યની કેડી
ચાલ્યો જઈશ કર્તવ્યની કેડી પર, વીખરાઈ જાશે વિઘ્નોની વાદળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)