અન્યાય, અન્યાય ને અન્યાય, અન્યાય, અન્યાય ને અન્યાય
લાગે જીવનમાં સહુને ક્યારેક થયો છે એને અન્યાય ને અન્યાય
અપેક્ષાઓની કરી દીવાલો ઊભી જ્યાં, શક્યા ના એને પહોંચી
સગપણના તાંતણા રહ્યા જીવનમાં જ્યારે ખેંચાતા ને ખેંચાતા
સમજાવવા ગયા, ઊતારી ના શક્યા મુદ્દો જીવનમાં તો જ્યારે
ભાગ્ય જ્યારે, જગમાં જીવનને તો જ્યારે મારે લપડાક ને લપડાક
પ્રેમ વિના ભર્યું નથી હૈયામાં, જાગે અન્યના હૈયામાં તો શંકા
કાબેલિયતની થાય ના કદર જીવનમાં તો જ્યારે
ફેંકાઈ જઈએ જગતમાં જીવનમાં તો એક ખૂણામાં જ્યારે
મળે ના ધાર્યું ફળ જગતમાં જીવનમાં તો જ્યારે ને જ્યારે
મનોવૃત્તિઓ તો લે જીવનને ભીંસમાં તો જ્યારે ને જ્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)