નંદવાઈ ગયું રે, નંદવાઈ ગયું, નંદવાઈ ગયું, નંદવાઈ ગયું રે
રચ્યું સપનું જીવનનું જીવનમાં, એ નંદવાઈ ગયું, નંદવાઈ ગયું રે
વાવ્યાં ઇચ્છાનાં બીજો મનમાં, ફૂટી કૂંપળો એની સપનામાં રે
અકારણ ખૂલતાં આંખ જીવનમાં, સપનું નંદવાઈ ગયું, નંદવાઈ ગયું રે
ઇચ્છાઓના દોડાવ્યા ઘોડલા પડયા પગલાં, ઝીલ્યા એને સપનાએ રે
પાયા જીવનમાં પુરુષાર્થના પીણા રે એને, એ નંદવાઈ ગયું રે
જાગી મસ્તી પ્રેમની હૈયે, પડયા પડઘા એના તો સપનામાં રે
બન્યું ભાગ્ય વેરી જ્યાં એમાં રે, નંદવાઈ ગયું, એ નંદવાઈ ગયું રે
જીરવાઈ ના વાસ્તવિકતા જીવનમાં રે, આશરો દીધો ત્યારે સપનાનો રે
બન્યો ના સાર્થક પુરુષાર્થ એમાં રે, નંદવાઈ ગયું, એ નંદવાઈ ગયું રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)