કદી નબળું, કદી મક્કમ, સંજોગે રહે બંને એ બનતું
કદી સ્થિર, કદી અસ્થિર, રહે પ્રદર્શન બંને એ કરતું
રહી ફરતું એ નચાવે, બની સ્થિર જીવનમાં એ તો અપાવે
કદી ડરી એ મૂરઝાયે, કદી ઉમંગોની છોળો એ ઉછાળે
કદી ઘૂમી ઘૂમી સતાવે, કદી જગાવી વિચારો એ રડાવે
લાગે આવ્યું કદી હાથમાં, છટકી પાછું ક્યાં ને ક્યાં ભાગે
કરી દુઃખી દુઃખીને દુઃખી બનાવે, કરી સુખનો સંગ સુખી બનાવે
બની સંતોષી સાધના કરાવે, સહી કષ્ટો તપ એ તપાવે
ડૂબી લોભ-લાલચમાં, જીવનને નરક બનાવે
ઝીલી સંવેદના પ્રભુની, જીવનને સ્વર્ગ બનાવે
રહી અપૂર્ણ મુસાફરી કરાવે, બની પૂર્ણ જનમફેરા અટકાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)