ક્યારેક તો દેજો પ્રભુ તમે, અમારી વાતને તમારો એક કાન
જોઈતાં નથી જીવનમાં માનપાન, જોઈએ છે દઈ શકીએ તમને માન
જાણી-વિચારી કરીએ બધું કામ, ભૂલીએ ના અમે તો એવું ભાન
જરૂરિયાતમંદોને દઈ શકીએ, ગણીએ ના અમે એને તો દાન
આવી ના વસશો હૈયે, બની જાશે હૈયું અમારું એમાં તો વેરાન
દર્દ વિનાના વીતે ના દિવસો, થાતા રહીએ દર્દમાં અમે હેરાન
મળ્યું જીવનમાં અમને જે જે, પ્રભુ છે એ બધું તો તમારું પ્રદાન
તડપતા રહેશું જીવનમાં જો અમે, રહેશે ના એમાં તમારી શાન
કરીએ જીવનમાં જે જે, છે શક્તિ એ તમારી, જાગે ના એનું અભિમાન
ભળવું છે અમારે તુજમાં, જગ ઇચ્છાને પ્રભુ દેજે તું તારો કાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)