જીરવાયું ના દર્દ દિલમાં, દિલથી દિલની દર્દભરી દાસ્તાં શરૂ થઈ
ગરમીમાં પીગળી હૈયું, એવું બની, નયનોથી તો એ વહેતી ગઈ
ઉમ્મીદો, નાઉમ્મીદોના ખેલ ખેલ્યા કિસ્મત, અશ્રુ બની એ કહી ગઈ
સ્પર્શી દાસ્તાં જ્યાં અન્ય દિલને, અશ્રુ બની દાસ્તાં તો વહેતી ગઈ
ભરી ભરી ગરમી હતી, કિસ્મતની ખારાશ હતી, અશ્રુ તો એ કહેતી ગઈ
આવનજાવન દિલમાં બીજી બંધ થઈ, જ્યાં દિલમાં દર્દની દાસ્તાં શરૂ થઈ
ફિકર ના હતી કાંઈ કહેવાની, અશ્રુ તો જ્યાં દર્દભરી દાસ્તાં કહેતી ગઈ
સમય વીતતા ગયા, દાસ્તાં જૂની બની, ધીરે ધીરે એ તો ભુલાતી ગઈ
થયું દિલ ખુલ્લું જ્યાં એમાં, અન્યના દિલની દાસ્તાં સમજાતી ગઈ
અસર ખુદની દાસ્તાં ખુદને જેવી કરી ગઈ, ના અન્યની દાસ્તાં કહી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)