રહ્યાં થાતાં ને થાતાં કર્મો, રહી થાતી ને થાતી ભાગ્યની રેખા મેલી
મૂંઝાઈ ગઈ કર્મોમાં બુદ્ધિ, બની ગઈ જ્યાં એ કર્મમાં ઘેલી ઘેલી
કર્યાં કર્મો જીવનમાં એવાં, દીધી બુદ્ધિ જીવનમાં તો જ્યાં હડસેલી
દીધાં કર્મોએ ફળ જ્યાં સારાં, દીધી પ્રશંસાની વરસાવી ત્યાં હેલી
હોય છૂટવું જો કર્મોની બેડીમાંથી, દેજો બનાવી પ્રભુને તમારો બેલી
ઘડશે કર્મો ભલે જીવનને, રાખજે હાથમાં તો તારાં કર્મોની દોરી
ધીંગામસ્તી કરશે કર્મો જીવનમાં, સરકવા ના દેજે કર્મોની દોરી
શુભ વિચારો ને શુભ કર્મોથી, જીવનમાં પડશે સદા એને તો ધોવી
કર્મો ને કર્મો જાશે દેતાં ફળો એનાં, પડશે કાં ભોગવવાં કાં રહેવા દેવાં બાકી
ધોવા ને ધોવામાં તો એને, જાશે જનમો ને જનમો એમાં તો વીતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)