અજબનો રથ તને મળ્યો, જોડ્યા છે ઘોડા પાંચ
પ્રભુ જેવો જો સારથિ નહીં મળે, આવશે એને તો આંચ
એક ઘોડાના રથને પણ રાખવો કાબૂ, મુશ્કેલ બની જાય
પાંચ ઘોડાના રથની હાલત, બહુ બૂરી-બૂરી થાય
આવા આ રથમાં બેસી, જીવન સંગ્રામ ખેલવાનો છે ભાઈ
તાણા-તાણી ખૂબ થાશે, જોજે સુખેથી નહીં બેસાય
દરેક ઘોડા તાણશે જુદી દિશામાં, જરા કરજે વિચાર
બેઠો છે તું એવા રથમાં, ફેંકાતાં નહીં લાગે વાર
પંચેન્દ્રિયોના તારા રથની, સોંપી દે લગામ પ્રભુને હાથ
રથ તારો સુખરૂપ ચાલશે, જ્યાં દેશે તને એ સાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)