તારું ગણિત તો જુદું છે રે પ્રભુ, સંસારનું ગણિત તો જુદું છે
તારા ગણિતમાં એક જ જવાબ આવે, સંસારના ગણિતમાં અનેક જવાબ મળે છે
સંસારનું ગણિત અટપટું સરળ લાગે, તારું ગણિત સરળ અટપટું લાગે છે
સંસારના ગણિતમાં એક ને એક અનેક બને, તારા ગણિતમાં એક ને એક એક રહે છે
સંસારના ગણિતમાં જુદું જુદું દેખાય છે, તારા ગણિતમાં એક ને એક એક દેખાય છે
સંસારનું ગણિત અનંતમાં ભળે છે, તારું ગણિત તો અનંતને સમાવે છે
સંસારના ગણિતમાં સરળતામાં વિચિત્રતા છે, તારા ગણિતમાં વિચિત્રતામાં સરળતા છે
સંસારના ગણિતમાં સરવાળે બાદબાકી છે, તારા ગણિતમાં સરવાળે તું જ રહે છે
સંસારના ગણિતમાં અનેક વિચારો ઉમેરાય, તારા ગણિતમાં તારા ને તારા વિચાર રહે છે
સંસારના ગણિતને જાણી શકાય છે, તારા ગણિતને તો ના પહોંચાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)