કોણ અંતરમાં એવું સમાણું, રહ્યું અંતરથી તોય અજાણ્યું
ખોલી ચુપકીદીથી દ્વાર અંતરનાં, પાથરણું એનું એમાં પાથર્યુ
ખીલી ઊઠી પ્રેમની ક્યારી એમાં, જીવન પ્રેમનો પમરાટ પામ્યું
વધ્યો અંતરમાં તલસાટ એવો, એના વિન ચેન ના પામ્યું
રહ્યા છે સાથમાં ને સાથમાં, એના આધારે જીવનનાવ હંકાર્યુ
મુસીબતો લાગી ના મુસીબતો, સંધાણ એની સાથે સંધાયું
ફૂટી ભક્તિની સરવાણી હૈયામાં, પ્રભુ વિના ના બીજું દેખાણું
અદીઠ એવી એ પ્રેરણાના પાનારને, હૈયું જીવનમાં એને સોંપાણું
કર્યો વાસ જ્યાં એણે હૈયે, ભર્યુ ભર્યુ હૈયું ત્યાં તો લાગ્યું
હૈયામાં એના તો વાસે, હૈયાને એમાં તો ચેતનવંતું બનાવ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)