ઢાંકી ઢાંકી ઢાંકીશ નબળાઈઓ તારી રે જીવનમાં, ઢાંકીશ એને રે તું કેટલા દહાડા
ઢાંકી ઢાંકી એને રે જીવનમાં, મળશે તને રે જીવનમાં, એમાં તો શું ફાયદા
છેતરાશે ભલે એમાં રે જીવનમાં, જગતમાં છેતરાશે ભલે, એમાં તો બે દહાડા
હટશે નહીં એમાં કોઈ તારી નબળાઈઓ, કાઢીશ એવી એમાં તો તું શું ફાયદા
છતી થયા વિના રહેશે ના એક દિવસ એ જીવનમાં, છુપાવીશ તું એને કેટલા દહાડા
નબળાઈઓ તારી ને તારી રે જીવનમાં, કરતા જશે અને દેતા જશે તને ગેરફાયદા
જાતો ના ફુલાઈ તું મનમાં રે જીવનમાં, ઢાંકી શક્યો હશે ભલે એને ઝાઝા દહાડા
આખરે તો એ નજરે ચડયા વિના ના રહેશે, ધોવાઈ જશે ત્યારે બધા ફાયદા,
ઘર કરતી જાશે જ્યાં તારી નબળાઈઓ, દૂર કરવા લાગશે તને અનેક દહાડા
માંડ હિસાબ જીવનમાં એનો તું તો જરા, મેળવી શકીશ એમાં તું કેટલા ફાયદા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)