Hymn No. 321 | Date: 10-Jan-1986
|
|
Text Size |
 |
 |
નથી નથીમાં હોયે તો દર્શન તારા માડી, તો દર્શન તારા નિત્ય થાય પ્યાસા મારા નયનો માડી, દર્શન વિના એ તો પ્યાસા રહી જાય ચક્ષુ મારા ખૂલ્યા નથી માડી, તારા દર્શન અધૂરા રહી જાય પ્યાસા મારા નયનો માડી, દર્શન વિના એ તો પ્યાસા રહી જાય કરતો હું તો નિત્ય કોશિશ માડી, તારી માયામાં બહુ ભરમાય પ્યાસા મારા નયનો માડી, દર્શન વિના એ તો પ્યાસા રહી જાય હૈયે ભર્યો છે મેલ ઘણો માડી, સાચુંખોટું એ તો ના સમજાય પ્યાસા મારા નયનો માડી, દર્શન વિના એ તો પ્યાસા રહી જાય તારા દર્શનનું અધૂરું સ્વપ્ન જોતો માડી, માયા અડપલું કરી જાય પ્યાસા મારા નયનો માડી, દર્શન વિના એ તો પ્યાસા રહી જાય કાચું છે હૈયું મારું માડી, તારી માયા એને હલાવી જાય પ્યાસા મારા નયનો માડી, દર્શન વિના એ તો પ્યાસા રહી જાય મનડું મારું બહુ નાચે માડી, થાકે અને એ તો થકવી જાય પ્યાસા મારા નયનો માડી, દર્શન વિના એ તો પ્યાસા રહી જાય કૃપા જો તારી હવે નહીં થાયે માડી, દર્શનની આશ અધૂરી રહી જાય પ્યાસા મારા નયનો માડી, દર્શન વિના એ તો પ્યાસા રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|