ઓ દિલદાર જગમાં રીત તારી જાણતી છે
છુપાવી વેદના દિલમાં, મુખ પર પ્રસરાવે લાલી છે
ભરી છે તમન્ના દિલમાં તારી, કિસ્મતે તરાડ પાડી છે
છુપાવી વેદના દિલથી, પ્રસરાવે ઉમંગની લાલી છે
દર્દે બનાવે દીવાનો જીવનમાં તો જ્યારે
એ દીવાનાપણામાં છુપાઈ ખુમારી, છુપાઈ ખુમારી તો તારી છે
ચડી સહનશીલતા જીવનમાં જ્યારે કસોટીએ
રોકાયો ના એક પળપળ, કસોટી બની વામણી છે
હર વિચારોમાં ચમકે, આશાભરી આશાની ક્યારી છે
પાઈ પુરુષાર્થનું જળ એમાં, ના જીવનમાં એ ભાંગી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)