`મા', નામ છે એવું મીઠું, હૈયાના સર્વે ભાવો એમાં નીરખું
એક અક્ષરનું છે બનેલું, સૃષ્ટિના સર્વે ભાવો દેખું
સંસારના તાપથી હૈયું તપેલું, વિસામો એમાં એનો નીરખું
અદીઠ આકર્ષણ હૈયે કીધું, હૈયું સાનભાન બધું ભૂલ્યું
નામ છે એ અતિ પ્યારું, નામમાં વહે ભાવનું ઝરણું
ઊઠતાં-બેસતાં એક જ રટું, કદી નામ હૈયેથી ના વીસરું
જગની જનેતા છે એક જ તું, નામ છે જગમાં તારું સાચું
નામથી દર્દ દિલમાં જાગ્યું, જગનું દર્દ બધું વિસરાયું
ક્યારે પાત્ર બનાવશે `મા' તું, સદા હૈયેથી `મા' તને પુકારું
કૃપા કરજે તને શીશ નમાવું, જોજે માડી, રટણ તારું હૈયેથી ન હટાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)