Hymn No. 8627 | Date: 17-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-17
2000-06-17
2000-06-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18114
હજારો વાતો ને હજારો કામો, જીવનમાં રહ્યાં છે ઊભાં ને ઊભા
હજારો વાતો ને હજારો કામો, જીવનમાં રહ્યાં છે ઊભાં ને ઊભા થાશે જીવનમાં ક્યારે એ પૂરા, રહી છે થાતી ને થાતી એની ચિંતા સફળતા નિષ્ફળતાની કેડીમાંથી, થાય છે પસાર જીવનના રસ્તા દુઃખદર્દના તો મોજા, ઊંચા નીચા, રહ્યા છે જીવનને કરતા અધકચરા વિચારો ને અધકચરી હિંમતમાં રહ્યા છે એ અધૂરા અદ્ભુત છે કુદરત, અદ્ભુત છે એના કાયદા, રહ્યા સમજવા મથતા અહંની વેદીમાં હોમાયાં સહુ કામો, રહ્યાં કંઈક બાકી, થયાં કંઈક પૂરાં વધતા ગયા કામોના ખડકલા, ઊભી કરી ગયા એની ચિંતા ના શીખી શક્યા તો જીવનમાં, પૂરાં કામો તો કેમ કરવાં કામોના બોજ વધતાને વધતા ગયા, ઊભા ને ઊભા કંઈક રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hajaro vato ne hajaro kamo, jivanamam rahyam che ubham ne ubha
thashe jivanamam kyare e pura, rahi che thati ne thati eni chinta
saphalata nishphalatani kedimanthi, thaay che pasara jivanana rasta
duhkhadardana to moja, unch nicha, rahya che jivanane karta
adhakachara vicharo ne adhakachari himmatamam rahya che e adhura
adbhuta che kudarata, adbhuta che ena kayada, rahya samajava mathata
ahanni vedimam homayam sahu kamo, rahyam kaik baki, thayam kaik puram
vadhata gaya kamona khadakala, ubhi kari gaya eni chinta
na shikhi shakya to jivanamam, puram kamo to kem karavam
kamona boja vadhatane vadhata gaya, ubha ne ubha kaik rahya
|
|