Hymn No. 8632 | Date: 19-Jun-2000
|
|
Text Size |
 |
 |
છલ મારાથી શાને કરી, વહાલા મારા શામળા ગિરધારી રે ચોરી ચોરી ચિત્ત ચોરી, ચુપકીદી શાને ધરી બેઠા ગિરધારી રે ક્ષણમાં આવી નજરમાં, છુપાઈ વિરહ જગાવ્યો, શાને ગિરધારી રે પ્રેમે છલકાવી હૈયું મારું, વહાવરાવી અશ્રુની ધારા, શાને ગિરધારી રે મનમોહક હાસ્ય કરી, મોહી લીધું ચિત્તડું, શાને મારા ગિરધારી રે પ્રેમથી વીંધ્યું હૈયું અમારું, શાને બન્યા શિકારી, મારા ગિરધારી રે સમજાય ના છે એવી રીત તારી, ન્યારી રે વહાલા, મારા ગિરધારી રે કરી કૃપા દઈ દે ક્ષણમાં, પળ પળની જાણકારી, મારા ગિરધારી રે મૂકે મસ્તીમાં હાથ તારો, બનાવે પરમ સુખના અધિકારી, ગિરધારી રે હસતા હસતા હૈયાને રમાડે, રમત એવી રમો, મારા ગિરધારી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|