નથી જોઈતા બાગબગીચા, નથી જોઈતા મહેલમિનારા
દેવું જો હોય તારે માડી, દેજે તારાં દર્શન અતિ પ્યારાં
વખાણ કરતાં થાકી જાતાં માડી, વેદ-પુરાણ પણ તારાં,
ત્યાં વખાણ કરવા ક્યાંથી માડી, તમે છો મારા હૈયાના દુલારા
જગમાં જે-જે મળશે માડી, એ તો હશે બધા અધૂરા
હૈયું મારું ઝંખે માડી દર્શન તારાં, ક્યારે દેશે એ બહુ પ્યારાં
દેવું-લેવું અહીંનું અહીં રહી જાશે માડી, આવશે સાથે નામ તારા
સાથે આવશે મારી સાથે, લીધાં હશે જે સદા હૈયેથી તારાં
દાઝ્યા છીએ ખૂબ સંસારના તાપથી, અમી છાંટણાં છાંટશે નામ તારાં
કહેવું આ કોને જગમાં માડી, નથી તારા સિવાય કોઈ મારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)