Hymn No. 8633 | Date: 19-Jun-2000
|
|
Text Size |
 |
 |
એક વાર હૈયે મારા આવી વસો, પરમ ઉપકારી, મારા મહાવીર સ્વામી અવગુણોથી ભરેલા આ બાળને, રસ્તા સારા બતાવો, મારા મહાવીર સ્વામી ક્ષણે ક્ષણે ડંખ મારે હૈયામાં હિંસા, અહિંસાના માર્ગે વાળો, મારા મહાવીર સ્વામી સંસારના મિથ્યા મોહમાં અટવાયા, મોહ કરો દૂર મારા, મારા મહાવીર સ્વામી અસત્યનાં આચરણો પળે પળે આચરતા અટકાવો અમને, મારા મહાવીર સ્વામી સુખદુઃખના ડંખો હૈયે ખૂબ વાગતા, કરો એમાં તો રક્ષણ, મારા મહાવીર સ્વામી અશુભ વિચારોની જાળ રહી છે બાંધતી, તોડાવો એ જાળને, મારા મહાવીર સ્વામી મનની અસ્થિરતામાં, ધરી શકતા નથી ધ્યાન તમારું, મારા મહાવીર સ્વામી લોભ-મોહ સજી બેઠા છે હથિયાર અને, અપાવો એમાં જીત, મારા મહાવીર સ્વામી તમારા પગલે પગલે ચલાવો અમને તો જીવનમાં, મારા મહાવીર સ્વામી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|