Hymn No. 8635 | Date: 21-Jun-2000
|
|
Text Size |
 |
 |
હિંમત હશે ના જો હૈયામાં, હરેક તકલીફ પોકારાવશે તૌબા તૌબા કિસ્મત રૂઠશે જીવનમાં જ્યાં, હરેક લેવાતા શ્વાસ લાગશે એ તૌબા તૌબા મન તો રહે ફરતું, રહેશો ફરતા એની પાછળ, કરશો જીવનમાં તૌબા તૌબા મીઠા જળની આશાએ ખોદ્યો કૂવો, નીકળે ખારું પાણી, કરશે હૈયું તૌબા તૌબા સીધી વાતમાંથી કાઢી અર્થો ખોટા, આવે કરવા ઝઘડા, જીવન કહે તૌબા તૌબા નીકળ્યો કરવા પ્રેમ જગમાં, મળે વેર બદલામાં, કહેવું પડે ત્યારે તૌબા તૌબા ઉકેલી ના ઉકેલ તો જ્યાં ઉપાધિ, આવી પડે ત્યાં બીજી, કરાવે ત્યારે તૌબા તૌબા સુખસંપત્તિમાંથી સરક્યા અછતમાં, જીવન લાગે તો ત્યારે, તૌબા તૌબા આવી પડે હાલત, ના કહી શકે ના સહી શકે, અંતર પુકારી ઊઠે તૌબા તૌબા રહે કરાવતો વિનંતી અમને તું પ્રભુ, જીવનમાં આવી રીતથી તારી, તૌબા તૌબા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|