ક્યાં જઈને ગોતું માડી, ક્યાં જઈને ગોતું
નથી મળતું તારું, ક્યાંય ઠામ કે ઠેકાણું
એક ઠેકાણે હોય વાસ તારો, સહેલું બને ગોતવું
ગોતવા જ્યાં બેસું તને માડી, મનડું વચ્ચે બહુ નડતું
પૂછવું મારે કોને માડી, કોઈ ન જાણે તારું ઠેકાણું
જાણે છે જે, એની પાસે મારાથી નથી પહોંચાતું
હતાશ બની હરઘડી ફરતો માડી, મનડું બહુ મૂંઝાતું
તારા વિના આ દુઃખ કહેવું કોને, એ નથી સમજાતું
આશા રહી નથી જ્યાં, હવે દેજે તારું ઠામ કે ઠેકાણું
તારો મેળાપ માડી જલદી કરજે, હવે નથી બહુ સહેવાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)