કુદરતનું કરવું ને થાવું તારું તો મનનું ધાર્યુ
સરયું ના કુદરત તો અહંમાં, શાને તારા મનને અહંમાં ડુબાડયું
રૂંધી પ્રગતિ એણે જીવનમાં, શાને તોય એમાં એને ડુબાડયું
ચડયું ઘેન જ્યાં એનું, વાણી-વર્તન એમાં તો બદલાયું
જોઈને અન્યની અધોગતિ એમાં, મનડાને જાતા એમાં, શાને ના રોક્યું
કર્તા-કારવતા છે પ્રભુ, જગમાં પ્રદર્શન અહંનું એણે તો ના કર્યુ
નમ્રતાથી હંકારી હોડી પ્રભુએ, શાને શરણું અહંનું તો તેં લીધું
નાખી અહંએ બાધા પ્રેમમાં, પ્રેમમાં પીગળવા ના એણે દીધું
દેખાડશે ચાર દિવસની ચાંદની, ના કેમ તને એ તો સમજાયું
નિર્મળતાથી ને નમ્રતાથી પામવી છે ભક્તિ પ્રભુની, ના તેં એ જાણ્યું
આવા વિનાશક અહંના મોહમાં ને મોહમાં, શાને મનડું લલચાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)