તું કોનો છે તે કહી શકતો નથી, બનવાનું છે જેનું એનો બન્યો નથી
હોય ભલે ક્ષણભરનો લહાવો, ભલે કાયમ એનો તો તું રહ્યો નથી
બન્યો કદી તું ક્રોધનો ભલે, કાયમ એનો તો તું રહ્યો નથી
રહેવું હતું કાયમ બની ને પ્રેમનો, કાયમ એનો તો તું રહ્યો નથી
દર્દે દર્દે તો દીવાનો બન્યો ભલે, કાયમ દર્દનો દીવાનો રહ્યો નથી
વેરના ઉછાળે ભલે બન્યો વેરી, કાયમ વેરી કોઈનો રહ્યો નથી
સાધક સત્યોનો તો બનવા ચાહ્યું, સત્યનો સાધક રહ્યો નથી
કદી સંયમનો બન્યો નથી, જીવનમાં સંયમનો કાયમ રહ્યો નથી
બનવું છે કાયમ આનંદનું જગમાં, આનંદનો કાયમ રહ્યો નથી
અનેકનો ક્ષણભર તો તું બન્યો, બનવું છે કાયમ જેનું એનો રહ્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)