પળમાં પ્યાર ને પળમાં ખફા, કિસ્મત છે રીત તારી તો ન્યારી
કરશે ક્યારે તું શું ને ક્યારે નહીં, રીત જીવનમાં તારી ના સમજાણી
શું તું શું દે તું, પડે અચરજમાં એમાં જગતનાં નરનારી
ગણીએ ભલે તને અમારું, સહુએ હાર તારી પાસે તો માની
કદી દે જીવનમાં આગ વરસાવી, દે કદી એને પ્રેમભરી બનાવી
રાતે સુખસાહ્યબીમાં દે તું સુવાડી, દે સવારે ભોંય પર ઉઠાડી
ના ખુશામત તો તેં સ્વીકારી, નજરમાં સદા કર્મોને રહે રાખી
દે કદી માર તો એવો મારી, કરે માવજત હળવેથી સહુની
કરતું રહે જગમાં તો તું, શકે ના જલદી તને એમાં અટકાવી
રેખા બાંધી દીધી કઈની તેં એવી, જાય ના બહાર કદી તું એની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)