તારા પ્રેમની બંસરી, પ્રભુ તેં તો વગાડી (2)
અંતરના કોલાહલમાં, ના એ તો સંભળાણી
યુગોથી રહ્યા છો વગાડતા, ના એને અટકાવી
રહ્યા છો વગાડતા, કોઈ સદ્ભાગીને સંભળાણી
એના તાને તાને, દે ઊર્મિના ભાવો જગાવી
જેણે જેણે એ સાંભળી, થયા એ બડભાગી
દીધી ચિંતા તને સોંપી, એને તો એ સંભળાણી
સંભળાણી જેને, મોહની નિદ્રા એણે ત્યાગી
એની ધૂને ધૂને, હૈયામાં આનંદની લહેરી લહેરાણી
જાતપાતનું ભૂલ્યા ભાન એ, જેને એ સંભળાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)