નસીબ આડેનું પાંદડું જો ના હટશે, તરકીબ બધી જીવનમાં નકામી જાશે
જીવન તો છે મેદાન એનું, એમાં ફાવ્યો એ જીવનમાં વખણાશે
પ્રેમની રાહે ચાલવું છે જગમાં સહુએ, એમાં કાંટા તો સહેવા પડશે
પ્રેમની મૂર્તિ દિલમાં સ્થાપીને, ના પૂજન એનું જો એમાં તો થાશે
પ્રેમની રાહ પર જીવનમાં તો, એમાં તો ચાલવું ને ચાલવું પડશે
રાહ નથી પ્રેમની કાંઈ કાંટા ભરેલી, નસીબ એને કાંટા ભરેલી બનાવશે
પીવા છે પ્રેમના પ્યાલા, નસીબ ના એને જીવનમાં પીવા દેશે
નસીબ હસાવે, નસીબ રડાવે, જીવનમાં સહુને એ તો સમજાશે
મળશે ના જગમાં તો કોઈ એવું, નસીબનો માર ના ખાધો હશે
માનો નસીબને કે ના માનો એને, કાર્ય એનું એ તો કરતું રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)