આમ ને આમ સંધ્યા શું પડી જાશે, ઊગેલો સૂરજ શું ડૂબી જાશે
પ્રેમના પારખાં જીવનમાં લેવાશે, ઊણો એમાં શું ઊતરશે
પ્રેમનાં અમૃત છે પીવાં જીવનમાં, ઝેરના કટોરા શું પીવા પડશે
મુસીબતો હદબહારની જીવનમાં, જીવનને શું એ ધ્રુજાવી નાખશે
ખડકલા અરમાનો ને અરમાનોના, શું એમાં એ અધૂરા રહેશે
જીવન છે જગમાં જીવ્યા જેવું, ઓડકાર એના એવા એમાં આવશે
જમાનાનો ક્રમ જીવનમાં કામ ના લાગશે, આમ ને આમ પૂરું શું એ થાશે
પડયાં શંકાનાં કણાં પ્રેમની નાવડીમાં, અધવચ્ચે એ ડૂબી જાશે
હકીકત જીવનની શું જીવનમાં, શું કદી ના એ તો બદલાશે
જ્યોત પ્રગટશે પ્રેમની જો દિલમાં, જીવનને એમાં એ અજવાળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)