સાંભળવી વાતો એની રે ક્યાંથી, હતા જૂઠા દિલાસા એમાં ભર્યા ભર્યા
વાત દિલની માનીશ તું કેટલી, દિલ અનેક રંગોથી છે જ્યાં રંગાયેલું
એવી વાતો સાંભળી કરશો શું, છે વાતોમાં જ્યાં સ્વાર્થ ભર્યા ભર્યા
જે વાતમાં નથી કાંઈ વળવાનું, કર બંધ એની પાછળ તું દોડવાનું
હરેક પ્રકારની વાતો આવશે જીવનમાં, પડશે એની ઉપર વિચારવાનું
કરશો જગમાં ભલે કેટકેટલું, રહેશે બાકી જગમાં તોય કરવાનું
દુઃખદર્દને બનાવ્યો તમાશો જ્યાં, લાગશે જીવન ત્યાં તો અકારું
હકીકત દે ના જો સાથ જીવનમાં, કેળવ સામર્થ્ય તો એને બદલવાનું
કર્મો ને કર્મોની રહ્યા છીએ કરતા ખેતી, પડશે વાવ્યું તેવું લણવાનું
ગમશે સાંભળવી વાતો તો જીવનમાં, હશે ખુશામત તો જેમાં ભરેલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)