ઘડયો ઘાટ પ્રભુએ, મળ્યો જે ઘાટ તને, નથી એ બદલાવાનો
ઘડ ઘાટ તારા મનડા ને તનડાનો, પ્રભુ વચ્ચે નથી આવવાનો
છે સુંદરતાનો જ્યાં પ્રવાસી, કર મનડાને ને તનડાને સુંદર રાખવાનો
રહી રહી અક્કડ ફર્યો જગમાં, એમાં તૂટવાનો તો વારો આવ્યો
જાણવા છતાં આંખ આડે કાન ધર્યા, પસ્તાવાનો વારો આવ્યો
હરેક અવસ્થા ગમે એવી નથી, અણગમતીનો પણ સ્વીકાર કરો
હુંસાતુંસીમાં વિતાવ્યું જીવન, મારાતારામાં ના એને ગુમાવો
ઘૂંટી ઘૂંટી દુઃખદર્દને જીવનમાં, ના ઊંડેં એને જીવનમાં બનાવો
ભણી નથી હા હરેકની હરેક વાતમાં, તમારી હામાં હાનો આગ્રહ ના રાખો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)