જુઓ, જુઓ, શામળિયાના નામે રાસની ધૂન કેવી જામી છે
જોમવંતાં નર ને નારી, કેવાં આજે તો એ રાસ રમે છે
પગલેપગલાં માંડે જોમથી, આંખોમાં અનેરા ભાવો નીતરે છે
લે છે કેવા ઉમંગો હૈયે હિલોળા, નરનારી ભાન એમાં ભૂલે છે
જોઈ જોઈ ઠરે આંખડી, યાદ સ્વર્ગની તો એ અપાવે છે
સૂર ને તાલના થયા છે સંગમ, વાતાવરણ અનોખું જામ્યું છે
જોમે જોમની છે જામી રે જોડી, એકબીજા ના કોઈથી ઊતરે છે
બન્યા છે મગ્ન રાસમાં, ના કોઈ ખુદના ભાનમાં છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)