વહેતા ને વહેતા હૈયાના તારા ભાવનાં રે નીર
પહોંચાડશે તને એ મોક્ષને તો તીર
હશે બેઠો જો ભાવની તારી નાવડીમાં
ચાલશે જો નાવડી, જાણે છૂટેલું તીર
સુખદુઃખમાં હૈયે વહે જેના સમતાનાં નીર
દુઃખદર્દમાં હાલે ના જેના મનનાં રે નીર
લોભલાલચમાં ખળભળ્યાં નથી જેના હૈયાનાં નીર
ઈર્ષ્યામાં બદલાય ના જેનાં નયનોનાં નીર
ક્રોધમાં ઊછળે ના જેના હૈયાનાં રે નીર
ખૂટે ના હૈયામાં જેના તો ધીરજનાં રે નીર
શમ્યા હૈયે તો જેના બધા અવગુણોનાં રે નીર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)