Hymn No. 8710 | Date: 24-Jul-2000
|
|
Text Size |
 |
 |
2000-07-24
2000-07-24
2000-07-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18197
પ્રભુપ્રેમમાં મેળવ્યું શું, જાણવા જઈને પૂછો મીરાને મળી
પ્રભુપ્રેમમાં મેળવ્યું શું, જાણવા જઈને પૂછો મીરાને મળી સંસાર પકવાન લાગ્યાં ફિક્કા, પ્રભુપ્રેમની સાકર જેને જડી ફરક્યું ના દુઃખ એના રે હૈયે, પ્રભુપ્રેમની લક્ષ્મણરેખા બાંધી ખોઈ ભલે સંસારી દૃષ્ટિ, સમદૃષ્ટિ જીવનની એને એમાં મળી વહ્યા પ્રેમનો પ્રવાહ અંગેઅંગમાંથી, દીધા સહુને એમાં ડુબાડી ભાવ ને પ્રેમ વહ્યો એની દૃષ્ટિમાંથી, જીવન પ્રેમસરિતા બની બની ધન્ય ઘડી જીવનની એ બની, જ્યાં ઝેર અમૃતની પ્યાલી બની નજરમાં રમે પ્રભુ, હૈયામાં વસે પ્રભુ, પ્રેમસ્વરૂપ તો એ બની દૂરી ના દૂરી રહી હૈયામાં, જ્યાં પ્રભુપ્રેમની સરિતા વહી એક બની એમાં એ એવી, જઈને પ્રભુમાં એ એમાં ભળી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhupremamam melavyum shum, janava jaine puchho mirane mali
sansar pakavana lagyam phikka, prabhupremani sakaar jene jadi
pharakyum na dukh ena re haiye, prabhupremani lakshmanarekha bandhi
khoi bhale sansari drishti, samadrishti jivanani ene ema mali
vahya prem no pravaha angeangamanthi, didha sahune ema dubadi
bhaav ne prem vahyo eni drishtimanthi, jivan premasarita bani
bani dhanya ghadi jivanani e bani, jya jera anritani pyali bani
najar maa rame prabhu, haiya maa vase prabhu, premasvarupa to e bani
duri na duri rahi haiyamam, jya prabhupremani sarita vahi
ek bani ema e evi, jaine prabhu maa e ema bhali
|
|