Hymn No. 331 | Date: 17-Jan-1986
|
|
Text Size |
 |
 |
તારા પગલે પગલે માડી કંકુ વેરાય છે, પુનિત પગલાં તારા પાડજે માડી, મારા હૈયાના ચોકમાં તારા પગલે પગલે માડી, શાંતિ રેલાય છે, પુનિત પગલાં તારા પાડજે માડી, મારા હૈયાના ચોકમાં તારે પગલે પગલે માડી, આનંદ ફેલાય છે, પુનિત પગલાં તારા પાડજે માડી, મારા હૈયાના ચોકમાં તારે પગલે પગલે માડી, પ્રકાશ રેલાય છે, પુનિત પગલાં તારા પાડજે માડી, મારા હૈયાના ચોકમાં તારે પગલે પગલે માડી, મારું હૈયું ખેંચાય છે, પુનિત પગલાં તારા પાડજે માડી, મારા હૈયાના ચોકમાં તારા પગલે પગલે માડી, ભક્તિરસ રેલાય છે, પુનિત પગલાં તારા પાડજે માડી, મારા હૈયાના ચોકમાં તારે પગલે પગલે માડી, બ્રહ્માંડ દેખાય છે, પુનિત પગલાં તારા પાડજે માડી, મારા હૈયાના ચોકમાં તારે પગલે પગલે માડી, મારા દુઃખો કપાય છે, પુનિત પગલાં તારા પાડજે માડી, મારા હૈયાના ચોકમાં તારે પગલે પગલે માડી, હૈયાના ભાવો ઊભરાય છે, પુનિત પગલાં તારા પાડજે માડી, મારા હૈયાના ચોકમાં તારે પગલે પગલે માડી, ભાગ્ય મારું બદલાય છે, પુનિત પગલાં તારા પાડજે માડી, મારા હૈયાના ચોકમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|