Hymn No. 8727 | Date: 28-Jul-2000
|
|
Text Size |
 |
 |
2000-07-28
2000-07-28
2000-07-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18214
અરે ઓ બંસરીવાળા શામળિયા, તારા મલકતા મુખડાની માયા લાગી
અરે ઓ બંસરીવાળા શામળિયા, તારા મલકતા મુખડાની માયા લાગી નાદે નાદે વિરહની વેદના એવી જાગી, તારાં દર્શનની તાલાવેલી લાગી બની આંખડી તલ્લીન એની ધૂનમાં, સાનભાન દીધું બધું ભુલાવી ચારે દિશાઓમાં ગૂંજ્યા સૂર એવા, એના સૂરની મોહિની એવી લાગી તનમનનાં એમાં ભૂલ્યાં રે ભાન, સુખની સમાધિ એવી એમાં લાગી નાદે નાદે બન્યા એમાં રે ગુલતાન, તન્મયતા એમાં એવી રે જાગી જોઈએ જોઈએ જોતા રહીએ, બન્યા એમાં તારા મુખડાના તો અનુરાગી દીધું ના સુખ જે ભાગ્યે, તારી બંસરીએ દીધું જીવનમાં એ ખપાવી રમાડવા રાધાજીને રાસ જેવા, દેજો અમને એવા તો રાસ રમાડી લાગીએ અમને અમે તો અધૂરા, દેજો અધૂરપ અમારી એ મિટાવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
are o bansarivala shamaliya, taara malakata mukhadani maya laagi
nade nade virahani vedana evi jagi, taara darshanani talaveli laagi
bani ankhadi tallina eni dhunamam, sanabhana didhu badhu bhulavi
chare dishaomam gunjya sur eva, ena surani mohini evi laagi
tanamananam ema bhulyam re bhana, sukhani samadhi evi ema laagi
nade nade banya ema re gulatana, tanmayata ema evi re jaagi
joie joie jota rahie, banya ema taara mukhadana to anuragi
didhu na sukh je bhagye, taari bansarie didhu jivanamam e khapavi
ramadava radhajine raas jeva, dejo amane eva to raas ramadi
lagie amane ame to adhura, dejo adhurapa amari e mitavi
|
|