નજર મળી ના મળી કરશો ના (2)
એકવાર સમાવ્યા દિલમાં જ્યાં, બહાર જવા કૂદંકૂદી કરશો ના
સાથ ચાહીએ તમારો પ્રભુ, સાથ વિનાના અમને રાખશો ના
નજરથી જોઈ, લૂંટી લીધું દિલ અમારું, પરવા દિલની કર્યાં વિના રહેતા ના
દિલે દિલમાં છે ધડકન તમારી, એને તમારી ધડકન બનાવ્યા વિના રહેતા ના
પ્રેમ કહું કે પ્યાર કહું છે હિસ્સો આપણો, બહાર ગજાવતા ના
વાવ્યા નથી કાંટા અમે, સુગંધિત બનાવ્યા વિના રહેતા ના
છીએ અમે અધૂરા પણ બાળ તમારા, અધૂરા અમને રહેવા દેતા ના
નજર ને હૈયામાં વસ્યા છો એવા, એમાં બીજું હવે વસવા દેતા ના
જરૂર નથી તમારા વિના બીજી, બીજા દિલાસા અમને દેતા ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)