હતા તમે જ્યાં, રહ્યા તમે ત્યાં, ના નજદીક આવ્યા, ના નજદીક પહોંચ્યા
હતી હૈયામાં ભાવનાઓ સુંદર, જરા તો એ જીવનમાં લપટાયા
ખેલ ખેલ્યા ખૂબ જીવનમાં, ના જીવનમાં એને સમજી શક્યા
આપ્યું કે મેળવ્યું જીવનમાં જે, અભિમાનના અંકુર હૈયે ફૂટયા
રાખી વાત પ્રભુ તમે અમારી, તમારી વાત ના અમે રાખી શક્યા
ઇચ્છાઓના દાવાનળ સળગ્યા હૈયે, ના કાબૂમાં એને રાખી શક્યા
હતી સુંદરતા પથરાયેલી કુદરતમાં, ના ઓળખી એથી શક્યા
રાખી ભરી ભરી સુખની કૂંડીઓ, દુઃખનો ભાર લઈ લઈ જીવ્યા
તમે પામવા દીધી શક્તિ જીવનમાં, ના પામ્યા તને, શક્તિહીન રહ્યા
હતા વિચારો ને શક્તિ તમારી, અહંનાં છાંટણાં અમે એમાં છાંટયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)