Hymn No. 8752
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18239
હરેક બનાવ કંઈક કહી જાય છે, કંઈક શીખવી જાય છે
હરેક બનાવ કંઈક કહી જાય છે, કંઈક શીખવી જાય છે બન્યા બનાવમાંથી શીખી લ્યો, ના બન્યાનો અફસોસ ના કરો કર્યુ કાર્યુ રહેશે સાથમાં, સંતોષ અસંતોષ એનો હૈયે વ્યાપશે કદી મળશે સુખ, કદી જગાવે દુઃખ, હૈયામાં એ તો જાગશે લાગશે એ તો એકલા, કર્મ સાથે એ સંકળાયેલાં હશે સમજના હશે ખુલ્લા દવાર જીવનમાં તો ફરીયાદ ના જાગશે ના સમજી તો દાટ વાળ્યા વિના તારા જીવનમાં ના રહેશે ક્યારે હાર તો ક્યારે જીત, આ બે માંથી કાંઈ તો જરૂર મળશે સુખદુઃખની ભાવનાઓ, ભવ ભવના ફેરા નુ કારણ બનશે તારા ને તારાજ કરેલા, તને ને તનેજ ભોગવવા તો પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hareka banava kaik kahi jaay chhe, kaik shikhavi jaay che
banya banavamanthi shikhi lyo, na banyano aphasosa na karo
karyu karyu raheshe sathamam, santosha asantosha eno haiye vyapashe
kadi malashe sukha, kadi jagave duhkha, haiya maa e to jagashe
lagashe e to ekala, karma saathe e sankalayelam hashe
samjan hashe khulla davara jivanamam to phariyaad na jagashe
na samaji to daata valya veena taara jivanamam na raheshe
kyare haar to kyare jita, a be manthi kai to jarur malashe
sukh dukh ni bhavanao, bhaav bhaav na phera nu karana banshe
taara ne taraja karela, taane ne taneja bhogavava to padashe
|
|