હસતાના છે આંસુઓ જોવા, રડતાના છે આંસૂઓ લૂછવા
જોવા છે બંને આંસુઓમાં, કયું આંસુ છે વધુ ખારું
એક તો છે મહેનતના નીતરતા પરસેવાનું બિંદુ
છે તો બીજું ગરમીથી નીતરતા પરસેવાનું બિંદુ
શોધવું છે આ બંને બિંદુઓમાંનું તો સરખાપણું
લીધું એક રક્ત બિંદુ પાપીનું, લીધું બીજું પુણ્યશાળીનું
ખારાશ અને રંગ બંનેમાં તો એક જ મળ્યું
લીધું એક બિંદુ દૂધનું, કાળી ગાયનું, બીજું ધોળી ગાયનું
હતા સ્વાદ બંનેના સરખા, રંગમાં તો બંને સરખું હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)