પરિચય મેળવવા મારો, મુખડું જોયું મારુ મેં દર્પણમાં
રહ્યો જોતો ને જોતો મુખડું, લાગ્યું મુખ મારુ મને અજાણ્યું
રહી હતી મુખપર કંઈક રેખાઓ બદલાતી, હતો અજાણ્યો એનાથી
મુખ મારું ને મારું, લાગ્યું મને ત્યારે તો મુજથી અજાણ્યું
કંઈક આશાઓની રેખાઓ, હતી અંકિત એમાં થયેલી
કંઈક થઈ પૂરી, કંઈક રહી એમાં અધૂરી ને અધૂરી
કંઈક દર્દની રેખાઓ, અપાવતી ગઈ યાદ એ દર્દની
હતી કંઈક ક્રોધની રેખાઓ, હતી મુખપર એ છવાયેલી
હતો આવા સરવાળાને બાદબાકીથી તો અજાણ્યો
લાગ્યો આયનામાં હું તો મને મુજથી અજાણ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)