રહે મારા દિલમાં સદા તું, તારા દિલમાં હું, જોઈએ બીજું શું
તારી હર ધડકનમાં સમાઉં હું, મારી હર ધડકનમાં તું, જોઈએ બીજું શું
મારી આંખોમાં રમે તો તૂં, તારી આંખોમાં રમું હું, જોઈએ બીજું શું
તારી વાટ તો જોઉં હું, મારી વાટ જોયે તું, જોઈએ બીજું શું
મારી વાતનો સાર રહે તું, તારી વાતનો સાર રહું હું, જોઈએ બીજું શું
મારી સાથમાં રહે સદા તું, તારી સાથમાં રહું સદા હું, જોઈએ બીજું શું
મારી યાદમાં રહે સદા તું, તારી યાદમાં રહું સદા હું, જોઈએ બીજું શું
મારા વિના અપૂર્ણ તું, તારા વિના અપૂર્ણ રહું હું, જોઈએ બીજું શું
મારા વિચારોમાં રહે તું, તારા વિચારોમાં રહું સદા હું, જોઈએ બીજું શું
મારી મંઝિલ જો બને તું, તારી મંઝિલ બનુ જો હું, જોઈએ બીજું શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)