વાટ જોઈ થાકયાં, ના આવ્યા, સમજાયું નહીં, કયારે પેસી ગયા દિલમાં
ખુલ્લી આંખે ના એ દેખાયા, બંઘ આંખે મુખ હસતા એના દેખાયા
જોયા ના સમય કસમયને, અંધારા કે અજવાળા, ના એને રોકી શક્યા
સમયના સર્જક, ના સમયથી બંધાયા, કયારે પેઠા સમય ના સમજાયા
હતા પ્રમથી સભર પ્રેમપૂરમાં એ તણાયા, પ્રેમમાં તો એ બંધાયા
કારનામા કર્યાં વિના પણ, પ્રેમના કરારથી સદા એ તો બંધાયા
નજરમાં ભલે ના એ આવ્યા તોય સદા નજરમાં એ સમાયા
દિલના હાલ ભલે બેહાલ ના થયા તોય દિલ ઈશ્કે મોહબતમાં ડુબ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)