નાવડી તારી તરે સંસાર સાગરમાં
છે આ તો મુસાફરી તારી, તારી ને તારી નાવમાં
આંધી આવે તોફાનો જાગે, મોજાઓ ઊછળે
વંટોળો આવે, ડમરીઓ ઊઠે, વરસાદ વરસે
ચારેકોર પાણી, રહે વિજળી ચમકતી, કોણ બચાવે
ભર્યુ ભર્યુ પાણી, નથી ખારાશ અજાણી, મીઠું જળ કોણ પાયે
ચારેકોર અંધારું, સૂઝે ના દિશા, મારગ કોણ બતાવે
ડર લાગે, કાયા ધ્રૂઝે, કોણ એમાંથી બચાવે
અમાપ છે એની સીમાં, સીમિત માપથી કોણ મપાવે
હસશે કે રડશે, પાડશે ચીસો, કોણ એ સાંભળશે
ડૂબશે હમણાં કે ડૂબશે ક્યારે, કોણ એ બતાવે
હૈયે જાગશે, નજરમાં રાખનારો બચાવશે, નાવડી ચાલશે
તરછોડશે હાથ કોઈનો બચાવશે, એમાં તને કોણ બચાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)