હકીકતોની છે રામાયણો જીવનમાં, વાણીને વર્તનના મેળ નથી રહેતા
મન ને દિલનો માલિક છે માનવી, એ બંનેના મેળ નથી સધાતા
જગાવી ઇચ્છાઓનો સમૂહ, માનવી યત્નોના સૂમેળ નથી સાધી શકતા
દેખાડવાના ને ચાવવાના છે દાંતો જુદા, ઊંચા એમાંથી નથી આવતા
કહે જીવનમાં કાંઈ કરે જીવનમાં કાંઈ, આદત નથી આ છોડી શકતા
કરાવી મહેનત પૂરી, કામ પતતા, લાત મારતા કોઈ નથી અચકાતા
જાણવા છતાં જીવનમાં, નડતાં સ્વભાવને બદલી નથી શકતા
સ્વાર્થ કરાવે તોફાનો જીવનમાં, સ્વાર્થ જીવનમાં નથી છોડી શકતા
હોય ઉપાયો દુઃખના હાથમાં, ઉપાયો તોય નથી અજમાવી શકતા
મનને દિલના તોફાનો, અસ્થિર બનાવે જીવનને, નથી એને રોકી શકતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)